આ લોકમાં માનવજાતિના એમાંય ભારત નામની કર્મભૂમિમાં છ પ્રકારના ધર્મો કહ્યા છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને વૈદિક ધર્મ સ્થાપ્યો તેના દ્રઢ પાયામાં આવી પરંપરા સ્થાપી છે કે …..

  • (૧) વર્ણ ધર્મ :- વર્ણના ૪ વિભાગ છે. ૧.બ્રાહ્મણ, ૨. ક્ષત્રિય, ૩.વૈશ્ય, ૪. શુદ્ર. આ દરેક વર્ણના પોતપોતાના ધર્મ હોય છે જે સત્સંગિજીવન ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વમુખે ખુબ વિસ્તારથી કહ્યાં છે તે જીવનમાં વાંચવા જેવા છે.
  • (૨) આશ્રમ ધર્મ :- બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ. આ ચાર આશ્રમોના પણ અતિસુંદર ધર્મ છે.પોતપોતાને લાગુ પડતા ધર્મમાં દરેકે રહેવું. પોતાના ધર્મમાં રહેનારાએ બીજાના ધર્મની નિંદા-તિરસ્કાર ન કરવા જોઈએ.
  • (૩) વર્ણાશ્રમ મિશ્રધર્મ
  • (૪) ગુણને આશરીને પ્રવર્તતો ગૌણ ધર્મ
  • (૫) નૈમિત્તિક ધર્મ
  • (૬) સર્વજનોના સામાન્ય ધર્મ.

આ છ પ્રકારના ધર્મો માટે યાજ્ઞવલ્ક્યાદિ ઋષિઓએ સ્મૃતિ ગ્રંથોમાં ખુબ વિચાર પૂર્વક લખ્યું છે.

સામાન્ય(સાધારણ) ધર્મ જે દરેક માનવજાતિએ પાળવાના હોય તેમાંથી જોઈએ….

અહિંસા, સત્ય, ચોરી ન કરવી, પવિત્રતા, દમ(ઇન્દ્રિયોનો નિગ્રહ), શમ(મનનો નિગ્રહ), દરેક જીવમાં ભગવાનને જોવા, મનુષ્યમાં વિશેષ કરીને ભગવાનને જોવા, માતા-પિતાની સેવા કરવી, બ્રહ્મવેત્તા સંતનો સંગ, વ્યસનનો ત્યાગ, ચાડી-ચુગલી ન કરવી આ સર્વે સાધારણ ધર્મો છે.

એકાદશ(૧૧) નિયમો :-

  • ૧. કોઈ જીવની હિંસા મન-કર્મ-વચનથી ન કરવી.
  • ૨. પરસ્ત્રી-પરપુરુષના સંગનો મન-કર્મ-વચનથી ત્યાગ.
  • ૩. માંસ અને માંસતુલ્ય બીજા પદાર્થો ખાવા નહિ.
  • ૪. દારૂ(શરાબ), સુરાપાન કરવું નહિ.
  • ૫. સમીપ સંબંધ વિનાની વિધવા સ્ત્રીનો સ્પર્શ જાણી જોઇને તો ન કરવો. અજાણતાં થઇ જાય તો સ્નાન કરવું.(આ નિયમ પુરુષને જ લાગુ પડે છે.)
  • ૬. ગમે તેવા કપરાં સંજોગોમાં પણ આત્મહત્યા ન કરવી.
  • ૭. ચોરી ન કરવી.
  • ૮. કોઈના ઉપર ખોટાં(મિથ્યા) આરોપ ન મુકવા.
  • ૯. કોઈ પણ દેવ-દેવીઓની નિંદા ન કરવી.
  • ૧૦. ન ખપે(વર્ણાશ્રમ ધર્મને ભ્રષ્ટ કરે) તેવું અન્નજળ ખાવું પીવું નહિ.
  • ૧૧. ભગવાનથી વિમુખ જીવના મુખેથી(ગમે તેટલી સારી-સુંદર-મીઠી-મધુર ભાષામાં થતી હોય તો પણ) ભગવાનની કથા-વાર્તા પણ ન સાંભળવી.

આજે જ તમારા મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરો

મંત્રજાપ, મંત્રલેખન, દૈનિક દર્શન, દૈનિક સુવિચાર, સત્સંગ રમતો, નિર્ણય, શ્રી રાધાકૃષ્ણદેવ યુવક મંડળ, આચાર્ય પરંપરા તેમજ બીજું પણ ઘણું બધું એક જ એપ્લિકેશનમાં હોય એવી સંપ્રદાયની એકમાત્ર મોબાઈલ એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરો.

App Store Image Play Store Image