શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પાયાના સિદ્ધાંતો:-

શ્રી સ્વામિનારાયણ ભગવાને વૈદિક ધર્મ સ્થાપ્યો તેના દ્રઢ પાયામાં એવી પરંપરા સ્થાપી છે કે …..

  • (૧) પરમપિતા અક્ષરધામાધિપતિ શ્રી પુરુષોત્તમનારાયણના સાકાર સ્વરૂપની ઉપાસના કરવી.
  • (૨) બ્રહ્મરૂપ થઇને પરબ્રહ્મ એવા પરમપિતા અક્ષરધામાધિપતિ શ્રી પુરુષોત્તમનારાયણની ભક્તિ કરવી.
  • (૩) ધર્મે સહિત જ ભક્તિ કરવી. ધર્મ વિનાની ભક્તિ ફળદાયી નથી થતી.
  • (૪) નિષ્કામ ભાવે ભગવાનની નવ પ્રકારની ભક્તિ કર્યા કરવી.
  • (૫) સ.ગુ. શ્રી રામાનંદ સ્વામી એ ઉદ્ધવનો અવતાર હતા. તેમણે સ્થાપેલા આ સંપ્રદાયને “ઉદ્ધવ સંપ્રદાય” કહેવાય છે.
  • (૬) શ્રી રામાનંદ સ્વામીએ જે ગુરુમંત્ર પ્રયાગક્ષેત્રમાં “ધર્મદેવ” અને “ભક્તિમાતા” ને આપ્યો હતો તે જ મહામંત્ર છે. તેનો જાપ કરવાથી આ લોકમાં સુખ-શાંતિ અને પરલોકમાં અક્ષરધામની પ્રાપ્તિ થાય છે માટે જરૂર તેનો જપ કરવો.
  • (૭) આ ગુરુમંત્ર અયોધ્યામાં શ્રીહરિને જનોઈ આપતી વખતે ધર્મદેવે તેમને આપ્યો હતો.
  • (૮) છ અંગી સંપ્રદાયની સ્થાપના કરી.
  • (૯) ધર્મની રક્ષા કરવા પવિત્ર એવા પોતાના જ ધર્મકુળમાંથી દત્તપુત્ર કરી પોતાના સ્થાને તથા સમસ્ત સત્સંગ સમુદાયના ગુરુ સ્થાને ધર્મવંશી આચાર્યશ્રીની સ્થાપના કરી.
  • (૧૦) દરેક મુમુક્ષુઓએ ધર્મવંશી આચાર્ય જે સંપ્રદાયના ગુરુસ્થાને છે તેમના થકી સામાન્ય દીક્ષા કે મહાદીક્ષા લેવી જરૂરી છે.
  • (૧૧) દરરોજ “ગુરુમંત્ર”નો જાપ પવિત્ર થઈને અવશ્ય કરવો.
  • (૧૨) સામાન્ય દીક્ષા કે મહાદીક્ષા લીધા પછી પંચવર્તમાન અને એકાદશ નિયમો પાળવા જરૂરી છે.
  • (૧૩) ધર્મવંશી આચાર્યશ્રીની આજ્ઞામાં રહેવું જરૂરી છે.
  • (૧૪) અમારી લખેલી “શિક્ષાપત્રી”નું અચૂક પાલન કરવું.
  • આવા અનેક પાયાના સિદ્ધાંતો આ સંપ્રદાયની મજબુત દીવાલ જેવા છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાન નો છ અંગી સંપ્રદાય :-

દુર્લભ એવો મનુષ્ય જન્મ પામી પોતાના જીવાત્મા નું આત્યાતિંક કલ્યાણ કરવું એજ જીવ નું પરમ લક્ષ્ય છે આ લક્ષ્ય ઉપર થી ભટકી ના જવાય એની કાળજી અને જાણપણું આપણે રાખવું જોઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાને પ્રગટ થઇ અને આત્યાતિંક મોક્ષ નો માર્ગ ચાલુ કર્યો જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાય ના મુખ્ય છ અંગો (દેવ, મંદિર, આચાર્યશ્રી, શાસ્ત્રો, સંતો અને હરિભક્તો) ગણાવ્યા છે. જેમાં એક પણ અંગ ની બાદબાકી કરો એટલે મોક્ષ માં ફેર પડી જાય છે.

માટે આચાર્યશ્રી, સંતો અને હરિભક્તોએ સદાય સંયમ ધારણ કરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના રાજીપા નો વિચાર કરી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા અનુસાર વર્તવાનો પ્રયત્ન કરવો.

શ્રી સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી તો એમને સ્થાપેલા સિધ્ધાંતો પણ સર્વોપરી જ હોય. માટે શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલા સિધ્ધાંતો મૂકી અને કેવળ શ્રીજી મહારાજ નો મહિમા ગાવો એતો જગત ને છેતરવા જેવું છે માટે ક્યારેય કોઈ અવતાર કે દેવ ની નિંદા ન કરવી, આચાર્યશ્રી ની સાથે વાદવિવાદ ન કરવો કે તેમની પણ નિંદા ન કરવી, વેદાદિક શાસ્ત્રો નું ખંડન ન કરવું અને પંચ વર્તમાનેયુક્ત એવા સાધુ કે હરિભક્ત ની નિંદા ન કરવી.

આવી રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલા સિધ્ધાંતો અને આજ્ઞા મુજબ ભગવાનનું ભજન કરીએ તો શ્રી સ્વામિનારાયણ ભગવાન થોડા માં ઘણું માની આપણું આત્યાંતિક કલ્યાણ કરશે.

આજે જ તમારા મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરો

મંત્રજાપ, મંત્રલેખન, દૈનિક દર્શન, દૈનિક સુવિચાર, સત્સંગ રમતો, નિર્ણય, શ્રી રાધાકૃષ્ણદેવ યુવક મંડળ, આચાર્ય પરંપરા તેમજ બીજું પણ ઘણું બધું એક જ એપ્લિકેશનમાં હોય એવી સંપ્રદાયની એકમાત્ર મોબાઈલ એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરો.

App Store Image Play Store Image