આ લોકમાં માનવજાતિના એમાંય ભારત નામની કર્મભૂમિમાં છ પ્રકારના ધર્મો કહ્યા છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાને વૈદિક ધર્મ સ્થાપ્યો તેના દ્રઢ પાયામાં આવી પરંપરા સ્થાપી છે કે …..
- (૧) વર્ણ ધર્મ :- વર્ણના ૪ વિભાગ છે. ૧.બ્રાહ્મણ, ૨. ક્ષત્રિય, ૩.વૈશ્ય, ૪. શુદ્ર. આ દરેક વર્ણના પોતપોતાના ધર્મ હોય છે જે સત્સંગિજીવન ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વમુખે ખુબ વિસ્તારથી કહ્યાં છે તે જીવનમાં વાંચવા જેવા છે.
- (૨) આશ્રમ ધર્મ :- બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ. આ ચાર આશ્રમોના પણ અતિસુંદર ધર્મ છે.પોતપોતાને લાગુ પડતા ધર્મમાં દરેકે રહેવું. પોતાના ધર્મમાં રહેનારાએ બીજાના ધર્મની નિંદા-તિરસ્કાર ન કરવા જોઈએ.
- (૩) વર્ણાશ્રમ મિશ્રધર્મ
- (૪) ગુણને આશરીને પ્રવર્તતો ગૌણ ધર્મ
- (૫) નૈમિત્તિક ધર્મ
- (૬) સર્વજનોના સામાન્ય ધર્મ.
આ છ પ્રકારના ધર્મો માટે યાજ્ઞવલ્ક્યાદિ ઋષિઓએ સ્મૃતિ ગ્રંથોમાં ખુબ વિચાર પૂર્વક લખ્યું છે.
સામાન્ય(સાધારણ) ધર્મ જે દરેક માનવજાતિએ પાળવાના હોય તેમાંથી જોઈએ….
અહિંસા, સત્ય, ચોરી ન કરવી, પવિત્રતા, દમ(ઇન્દ્રિયોનો નિગ્રહ), શમ(મનનો નિગ્રહ), દરેક જીવમાં ભગવાનને જોવા, મનુષ્યમાં વિશેષ કરીને ભગવાનને જોવા, માતા-પિતાની સેવા કરવી, બ્રહ્મવેત્તા સંતનો સંગ, વ્યસનનો ત્યાગ, ચાડી-ચુગલી ન કરવી આ સર્વે સાધારણ ધર્મો છે.
એકાદશ(૧૧) નિયમો :-
- ૧. કોઈ જીવની હિંસા મન-કર્મ-વચનથી ન કરવી.
- ૨. પરસ્ત્રી-પરપુરુષના સંગનો મન-કર્મ-વચનથી ત્યાગ.
- ૩. માંસ અને માંસતુલ્ય બીજા પદાર્થો ખાવા નહિ.
- ૪. દારૂ(શરાબ), સુરાપાન કરવું નહિ.
- ૫. સમીપ સંબંધ વિનાની વિધવા સ્ત્રીનો સ્પર્શ જાણી જોઇને તો ન કરવો. અજાણતાં થઇ જાય તો સ્નાન કરવું.(આ નિયમ પુરુષને જ લાગુ પડે છે.)
- ૬. ગમે તેવા કપરાં સંજોગોમાં પણ આત્મહત્યા ન કરવી.
- ૭. ચોરી ન કરવી.
- ૮. કોઈના ઉપર ખોટાં(મિથ્યા) આરોપ ન મુકવા.
- ૯. કોઈ પણ દેવ-દેવીઓની નિંદા ન કરવી.
- ૧૦. ન ખપે(વર્ણાશ્રમ ધર્મને ભ્રષ્ટ કરે) તેવું અન્નજળ ખાવું પીવું નહિ.
- ૧૧. ભગવાનથી વિમુખ જીવના મુખેથી(ગમે તેટલી સારી-સુંદર-મીઠી-મધુર ભાષામાં થતી હોય તો પણ) ભગવાનની કથા-વાર્તા પણ ન સાંભળવી.